બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 1

(17)
  • 6.3k
  • 3
  • 4.3k

ધૂમકેતુ પ્રવેશ મહારાજ કર્ણદેવ સોલંકીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી એને કેટલોક વખત વહી ગયો હતો. નવસારિકા, ગોધ્રકમંડલ, કચ્છ, લાટ અને સોરઠ જૂનોગઢ સુધી ફેલાયેલું ગુજરાતનું વિસ્તીર્ણ મહારાજ્ય એમણે પોતાની પાછળ મૂક્યું હતું. પણ કુમાર જયસિંહદેવ હજી કિશોર અવસ્થામાંથી બહાર આવી રહ્યો હતો. એના ઉપર ગુજરાત-આખાની નજર હતી. પરિસ્થિતિ વિકટ હતી અને વધુ વિકટ થતી જતી હતી. ગુજરાતની આસપાસના તમામ પડોશી રાજ્યો ઉપર અકસ્માત તે સમયના બળવાનમાં બળવાન ગણી શકાય એવા રણરંગી પુરુષો સત્તાસ્થાને હતાં. નાનકડા મહારાજ જયસિંહદેવને એમાં સ્થાન મેળવવાનું હતું અને ટકાવવાનું હતું. કર્ણાટક દૂર હતું, છતાં એણે લાટ ઉપર પોતાની નજર હંમેશને માટે રાખી જતી. કર્ણાટકમાં વિક્રમાંકદેવ (છઠ્ઠો)