જલપરી ની પ્રેમ કહાની - 29

  • 2.4k
  • 1.1k

મુકુલ એક તરફ પોતાના મમ્મી પપ્પા ની ચિંતા માં વ્યાકુળ છે તો બીજી તરફ થોડી જ ક્ષણો પહેલાં મીનાક્ષી સાથે અજાણતા તેનાથી જે કંઈ વર્તન થયું તેના થી એ શરમિંદા છે. એક અજીબ કશ્મકશ માં મુકાઈ ગયો છે મુકુલ. મીનાક્ષી કુતૂહલતા થી મુકુલને નિહાળી રહી છે. આખરે મુકુલે મૌન ને ભેદયું, થોડા સમય પહેલા આપના પિતા મહારાજ ને આપના ભાઈ ને હંમેશ માટે ખોવા ની પીડા માં જોઈ ને મને યાદ આવ્યું કે મારા મમ્મી પપ્પા પણ મારી યાદ માં આમજ તડપતા હશે, એ લોકો ને તો એમજ લાગતું હશે ને કે હું.... હું હવે જીવિત નથી. શું વીત્યું હશે