એડજસ્ટ એવરીવ્હેર

  • 2.9k
  • 1
  • 1.1k

‘એડજસ્ટ એવરીવ્હેર’ આટલો જ શબ્દ જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ ને, તો ખલાસ થઈ જશો ! સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. ત્યારે આ ઘૈડિયાંઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઈને મરી જઈશ ! જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જોડે,