પ્રારંભ - 96

(66)
  • 4.3k
  • 3
  • 2.7k

પ્રારંભ પ્રકરણ 96મહાત્માએ પોતાનો જમણો હાથ કેતનના માથા ઉપર મૂક્યો. કેતનને કરોડરજ્જુમાં વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ એ ધ્રુજી ગયો અને પછી ચારે બાજુ બધું ફરતું લાગ્યું. ધીમે ધીમે એને આખી પૃથ્વી ફરતી લાગી અને પોતે પૃથ્વીથી ઉપર ઊંચે ને ઊંચે હવામાં ઊડી રહ્યો છે એવો અનુભવ થયો. એ સાથે જ પોતાનું ભાન ગુમાવી બેઠો !! આવી અવસ્થામાં એ કેટલો સમય રહ્યો એનું એને કોઈ જ ભાન ન રહ્યું. એ ભાનમાં આવ્યો ત્યારે રૂમની અંદર એકલો જ હતો. એનું શરીર ખૂબ જ અકડાઈ ગયું હતું. ધીમે ધીમે એણે પોતાના પગ છૂટા કર્યા. એ ઉભો થયો. હાથ પગની થોડી કસરત કરી.