પ્રારંભ - 89

(53)
  • 3.9k
  • 3
  • 2.7k

પ્રારંભ પ્રકરણ 89કેતનને ડૉ. મલ્હોત્રા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. લોકોની સેવા કરવા માટે તો એણે પોતાની આ હોસ્પિટલ ઉભી કરી હતી અને અહીંયા આવા લાલચુ ડોક્ટરોને કેવી રીતે સહન કરી શકાય ? અઠવાડિયામાં માત્ર ૪ દિવસ ઓપીડી કરવાના એ બે લાખ રૂપિયા ચૂકવતો હતો. અને ઓપરેશનના અલગ. મુંબઈના બીજા ડોક્ટરો પણ આ હોસ્પિટલની ભલામણ કરતા હોય ત્યારે મારો પોતાનો જ ડૉક્ટર મારી હોસ્પિટલ વિશે આવો હલકો અભિપ્રાય આપી રહ્યો છે !! ધીસ ઈઝ ટુ મચ !!!કેતન પોતાની ચેમ્બરમાં આવીને ગુપ્ત મંત્રો બોલી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને એણે જયંત વસાણીને ફોન કર્યો. જયંતને ઓપીડી રૂમમાં જઈ કોમ્પ્યુટરમાંથી કિશનદાસ