શિખર - 8

(13)
  • 2.8k
  • 3
  • 1.7k

પ્રકરણ - ૮ પલ્લવી અને નીરવ બંને હવે ઘરથી જુદાં થઈ ગયા હતા અને પોતાની રીતે પોતાનું ઘર વસાવી રહ્યાં હતાં. શિખર પણ હવે ધીમધીમે મોટો થવા લાગ્યો હતો. ચાર પગે એ ભાખોડિયા પણ ભરવા લાગ્યો હતો. પલ્લવી અને નીરવે શિખરનાં ઉછેર માટે આયા તરીકે શીલાને રાખી લીધી હતી. શીલા લગભગ એકવીસ વર્ષની ઉંમરની હતી. તુલસીથી જુદાં થયા પછી નીરવ અને પલ્લવીને શિખરના ઉછેરમાં થોડી તકલીફ તો પડી જ રહી હતી. કારણ કે, બંને જણાં નોકરિયાત હતાં એટલે શિખરના ઉછેરમાં પોતાનો પૂરતો સમય આપી શકતાં નહોતાં અને માટે જ એમણે શીલાને શિખરના ઉછેર માટે રાખી લીધી હતી. પલ્લવી અને નીરવ