પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૧ રચના મા મીતાબેન પાસે આવી ત્યારે એને આવી કલ્પના ન હતી કે મીતાબેને બીજા કોઈના કહેવાથી ઘરે મળવા બોલાવી હશે. મીતાબેને જે રીતે એને બોલાવી હતી એ પરથી લાગતું હતું કે એમના પરિવારની કોઈ ખાનગી અને અગત્યની વાત કરવા બોલાવી હશે. મીતાબેને એ અહીં આવી રહી છે એ વાત ખાનગી રાખવા પણ સૂચના આપી હતી. એ ત્યાં સુધી કે ફોન પણ બંધ રાખવા કહ્યું હતું. એનો અર્થ એ હતો કે એણે એકલીએ જ આવવાનું છે. આરવને સાથે લાવવાનો નથી. એટલું જ નહીં પોતે ક્યાં જઈ રહી છે એની આરવને ખબર પડવા દેવાની નથી.