ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 96

  • 1.3k
  • 618

(૯૬) મહારાણા પ્રતાપ આબુની ઉત્તર-પશ્ચિમે   અત્યાચારી મોગલ-સેનાપતિ શાહબાઝખાનનું દમનચક્ર વિધુતવેગે મેવાડ પ્રદેશમાં ફરવા માંડ્યું. સર્વત્ર જુલ્મ, શોષણ અને ભયનું વાતાવરણ પ્રસરી ગયું. મૃત્યુનું ભયાનક તાંડવ મેવાડ-પ્રદેશને ડોલાવી ગયું. શાહબાઝખાન જાણે રાવણ કે કંસ ન હોય! કાતીલ ચંગીઝખાન ન હોય કે તૈમૂરલંગ ન હોય! તેમ જુલ્મોનો પર્યાય બની ગયો. જેણે મહારાણા કે મહારાણાના સાથીઓનો છાંયો પણ આભડી ગયો હોય એવી કેવળ આશંકા આવે તોપણ તે તેના સમગ્ર પરિવારને મોતને ઘાટ સુવાડી દેતો. પછી ભલે ને તે બાળક હોય, અંધ હોય, સ્ત્રી હોય કે વૃદ્ધ હોય. એણે મહારાણાને જીવતા પકડવાનો નિર્ધાર કરી લીધો હતો. એની સૈનિક કારકીર્દિનો સવાલ હતો. મેવાડી પ્રજાની