(૯૫) શાહબાઝખાનનું ત્રીજુ ઝનુની આક્રમણ મેવાડના પ્રશ્નમાં બાદશાહ અકબર બૂરી રીતે ફસાયા હતા. રાણા પ્રતાપ હજુ પણ અણનમ હતા. તેઓ વિચારતા હતા કે, હલ્દીઘાટીના યુદ્ધમાં પ્રતાપનો પરાજય થયો હતો. એના બબ્બે સહોદરો મોગલસેનામાં દાખલ થઈ ચૂક્યા હતા. કુંભલમેરનો કિલ્લો પડાવી લેવામાં આવ્યો હતો. છતાં પ્રતાપનું ખમીર તો એવું ને એવું જ હતું. એ રજમાત્ર હિંમત હાર્યો ન હતો. આથી અકબરને માનસિક આઘાત લાગ્યો હતો. આ આઘાતમાં સમાચાર આવ્યા કે, માળવામાં મોગલ ખજાનો લુંટાયો છે. વર્ષાઋતુ બેસી ગઈ હતી, ખાનને બંગાળાની સમસ્યા માટે રવાના કર્યો હતો. આ સંજોગોમાં બાદશાહે વર્ષાઋતુ પસાર થવા દીધી. “બાદશાહ અજમેરની યાત્રાએ જઈ રહ્યા છે.” સર્વત્ર