ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 94

  • 2.1k
  • 1.1k

(૯૪) ભારતીય સંસ્કૃતિના મહાન લોકનાયક મહાકવિ સંત તુલસીદાસ. જન્મ : અવહેલનાનો આરંભ :            યમુના નદીના નીર શ્યામ છે માટે એને કાલિંદી પણ કહેવામાં આવે છે. એ કોઇ માનુની રાજકન્યા જેવી, અરે દ્રોપદી જેવી જાજવલ્યમાન દેખાય છે. એનો વિશાળ પટ જોઇને જ આંખો તૃપ્તિ અનુભવે છે. એના કિનારે રાજાપુર ગામ પોતાની જાહોજલાલીની ચાડી ખાતુ હતું. ત્યાના રાજગોર આત્મારામ દુબે મૂળ દુબેપુર ગામના હતા પરંતુ પેટિયુ રળવા રાજાપુર આવ્યા હતા. તેઓ પ્રખર કર્મકાંડી અને જ્યોતિષી હતા. આસપાસના પંથકમાં તેમનો ભારે આદર હતો. દરબારગઢમાં એમના આદર હતા. વિદ્યાપતિ હતા એટલે લક્ષ્મીપતિ ક્યાંથી હોય? છતાં ખાધેપીધે સુખી હતા.          હુલસીદેવી જેવી સુશીલ,