પ્રેમની અનુકંપા - ભાગ ૧૩

  • 2.5k
  • 2
  • 1.5k

પ્રકૃતિ ના પપ્પા વિશ્ર્વાસભાઈ નાં કહેવાથી વીર તેમની પાસે બેસી ગયો. ત્યાં પ્રકૃતિ તૈયાર થઈને બહાર આવી એટલે વિશ્વાસભાઈ અને તેમની પત્ની પીનાબેન બન્ને કહેવા લાગ્યા.બેટી.. આજે પણ તું અને વીર સાથે બહાર ફરી આવો. જેથી એકબીજાને જલ્દી સમજી જશો તો અમારે લગ્નની તારીખ લેવામાં ખબર પડે.વીર હજુ પોતાના દિલની વાત કહેવા જાય છે ત્યાં પ્રકૃતિ બોલી. પપ્પા લગ્નની ઉતાવળ ન કરો. સમય આવે બધું થઈ જશે. અમને હજુ સમય જોઈએ છે એકબીજાને સમજવા.પીનાબેન બોલ્યા. બેટી બહુ સમય સારો નહિ. સગાઈ પછી જલ્દી લગ્ન કરી નાખવા સારા. પ્રકૃતિ સમજી ગઈ કે જો વધુ વાર હું અને વીર અહી ઊભા રહીશું