પ્રેમની અનુકંપા - ભાગ ૧૧

  • 2.8k
  • 3
  • 1.6k

બે દિવસ પસાર થયા પછી હું ત્રીજા દિવસે કોલેજમાં જવા તૈયાર થઈ રહી હતી. ગૌરવ ને મળવાનો આજે ઉમંગ હતો. પણ ઘરની બહાર નીકળું તે પહેલા પપ્પાએ મને રોકી અને કહ્યું બેટા મહેમાન આવે છે એટલે કોલેજમાં આજે જવાનું ટાળી દે. હું થોડી માયુસ થઈ. આજે ગૌરવ ને મળવાના સપના પર પાણી ફરી ગયું. પપ્પાની આજ્ઞા તો મારે પાળવી રહી. હું તે દિવસે ઘરે રહી.થોડા કલાકોમાં મહેમાન મારી ઘરે પધાર્યા. એક વડીલ તેની સાથે તેની પત્ની અને મિત્રની પાછળ એક યુવાન સુંદર સુશીલ છોકરો આવી રહ્યો હતો. મો નીચે કરેલું જોઈને હું સમજી ગઈ કે યુવાન મારી જેમ શરમાળ છે