૧૦. પાકિસ્તાનનો દાવ... ! સમગ્ર મોસ્કો શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. દરેક સરકારી વિભાગોમાં ધમાલ મચેલી હતી. વડાપ્રધાનના સ્વાગત માટે આવેલાં લોકોમાં હવે ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. મોસ્કોની બહાર જતા તમામ માર્ગો બંધ કરી દેવાયા હતા. આ બધા માર્ગો પર લોખંડનાં બેરિયર લગાવી દેવામાં આવ્યાં હતાં અથવા તો તેની આજુબાજુમાં સિપાહીઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. આવી સડકોને લશ્કરી ટેંકો દ્વારા જામ કરી દેવામાં આવી હતી. માત્ર એક વાહન જ પસાર થઈ શકે એટલી જ જગ્યા તેમની વચ્ચે રાખવામાં આવી હતી. ઠેકઠેકાણે લશ્કરની ચોકીઓ ઊભી કરી દેવામાં આવી હતી. લશ્કરના સૈનિકો મશીનગનથી સજ્જ થઈને એક એક વ્યક્તિ પર નજર રાખતા