બારૂદ - 7

(39)
  • 4.6k
  • 3
  • 2.8k

૭. દિલીપની યોજના... ! બીજો આખો દિવસ દિલીપ જે જે જગ્યાએ કુરૈશી તથા ડેનિયલના હોવાની શક્યતા હતી એ બધી જગ્યાએ ફરી વળ્યો, પરંતુ કર્યાંયથી એ બંનેનો પત્તો ન લાગ્યો. સી.આઈ.ડી.ના એજન્ટો તથા કે,જી.બી.ના જાસૂસો પણ એ બંનેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરતા હતા, પરંતુ ભગવાન જાણે એ બંને ક્યાં છુપાઈ ગયા હતા. દિલીપે નાગપાલનો સંપર્ક સાધ્યો તો જાણવા મળ્યું કે સી.આઈ.ડી.ના જે બે એજન્ટોને એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટ પર નજર રાખવા માટે ગોઠવવામાં આવ્યા હતા, તેઓ પણ કંઈ નહોતા જાણી શક્યા. કુરેશીની કાર લેવા માટે ત્યાં કોઈ આવ્યું જ નહોતું. ‘ઝીણા હાઉસના’ના ઇમામને પણ પૂછપરછ કરવામાં આવી. એ તો અબ્દુલ વહીદ કુરેશીનું