રેશમી ડંખ - 22 - છેલ્લો ભાગ

(50)
  • 4k
  • 1
  • 2.3k

22 રાજવીરને તેના દુશ્મનોના, વિક્રાંત, જગન અને બિન્દલના પગલાંઓનો ધીરો અવાજ સંભળાયો અને તેણે પોતાના હાથમાંના ચપ્પુ પરની પકડ મજબૂત કરી. અને આની બીજી જ પળે વિક્રાંત, જગન અને બિન્દુલ હાથમાં રિવૉલ્વર સાથે ખંડેરમાં દાખલ થયા હતા. અત્યારે રાજવીરે જોયું તો તેનાથી ચારેક પગલાં દૂર જ જગન હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. એનાથી દસેક પગલાં દૂર વિક્રાંત અને પછી એનાથી બીજા દસેક પગલાં દૂર બિન્દલ હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. ખંડેરના એ મોટા રૂમની છત કયાંક-કયાંકથી તૂટેલી હતી. એ તૂટેલી જગ્યામાં થઈને, ઉપર આકાશમાં ચમકતા ચંદ્રનું ઝાંખું-ઝાંખું અજવાળું અંદર આવતું હતું. અને એટલે રૂમમાં કયાંક અંધારું તો કયાંક અજવાળું હતું.