શું તમારુ બાળક જીદ્દી છે ?નમસ્તે વાચક મિત્રો. અત્યાર સુધીમાં એક આદર્શ બાળક માટેની વાતો મારી આ કોલમમાં વર્ણવવામાં આવી હતી. આજથી બાળકોનાં સંસ્કાર ઘડતર કરી રહ્યાં છે તેવાં માતા પિતા, શિક્ષકો અને વડીલો માટે ઉપયોગી ટીપ્સ આપીને આપણાં બાળકોને સમજવાનો પ્રયત્ન કરીએ. બાળક એ ક્યાંક ને ક્યાંક આપણી જ પ્રતિકૃતિ છે. બાળક જે કંઈ શીખે છે તે આપણાં માંથી શીખે છે. બાળક જીદ કરે છે તો તેમાં કંઈ ખોટું નથી. દરેક બાળક નાનપણમાં હઠ કરતા જ હોય છે. માટે જ તેને ‘બાળહઠ’ કહેવાય છે. પરંતુ બાળક આ જીદ ક્યારેક કરે છે કે વારંવાર કરે છે ? તે પ્રશ્ન અગત્યનો