ઋણાનુબંધ.. - 41

(13)
  • 3.2k
  • 2
  • 1.6k

અજયે કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં. આથી સીમાબહેને ફરી વાત પર ભાર મુકતા કહ્યું, "અજય તે સાંભળ્યું ને?""હા, મેં તમારી વાત સાંભળી પણ મને એ બિલકુલ નહોતું ગમ્યું કે, એણે તમારી સાથે ઉંચા અવાજે વાત કરી અને મનફાવે તેમ એ બોલી હતી.""દીકરા! તારી વાત સાચી છે પણ આ સમયે ભાવિનીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવું જ પડશે. કાલ જો ભાવિનીનું નક્કી થશે તો પ્રીતિ નહીં હોય તો સમાજમાં શું ઈજ્જત રહેશે! હું બહુ લાબું વિચારીને કહું છું.""પણ મમ્મી એકવખત તો સાચું સામે આવશે જ ને! તો પછી ખોટું બોલીને આગળ વધવાનો શો મતલબ?" અજયે વાત ટાળવાની કોશિષ કરી હતી."પણ