પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૦ આરવનું મન ભયગ્રસ્ત બન્યું હતું. એને આમ ખાતરી હતી કે રચના પરિપકવ સ્ત્રી છે અને ધંધામાં કાબેલ છે. એ કોઈ અનુચિત પગલું ભરે એટલી મનની નબળી નથી. એ આ વિકટ પરિસ્થિતિને બહુ સહજ રીતે સ્વીકારી રહી છે અને મને હિંમત આપી રહી છે ત્યારે કોઈ ખોટું પગલું ભારે એવી શક્યતા નથી. પરંતુ આવા સમય અને સંજોગ માણસના મનને બદલી નાખે છે. મારી જ મનોસ્થિતિ આવી છે કે આ સમસ્યામાંથી છૂટવા કોઈ અંતિમ પગલું ભરી બેસવાનો ભય ઊભો થઈ રહ્યો છે. નવી કંપની સ્થાપી ત્યારથી એક પછી એક સમસ્યા મોં ફાડીને ઊભી રહે છે.આરવે