કર્ણાટક રાજ્યના નાં હમ્પી અને તુંગભદ્રા આસપાસ મેં ચાર અલગ સ્થળો બે દિવસ માં જોયાં તે ચાર ભાગમાં અત્રે મુકું છું.1.હું હમ્પી અને તુંગભદ્રા ડેમ તથા હનુમાનજીનાં જન્મસ્થાન અંજનીબેટ્ટાના મારા પ્રવાસનો અનુભવ આપ સહુ સાથે શેર કરીશ.અમે 7.8.23 ની રાત્રે 06545 યશવંતપુર - બીજાપુર (હવે વિજયપુર, મૂળ નામ. આપણે બીજાપુરના ગોળ ગુંબજ વિશે ભણેલાં, જ્યાં તમારા અવાજના બરાબર છ પડઘા પડે અને perfectly symmetrical ડોમ છે, તે ત્યાં આવેલું છે.) એ ટ્રેનમાં બેંગલોર થી હોસ્પેટ જવા નીકળ્યાં. એ ટ્રેન યશવંતપુરથી રાત્રે 9.30 વાગે ઉપડી સવારે 5.50 વાગે હોસ્પેટ આવે છે. ટ્રાવેલની બસો થોડી વહેલી ઉપડીને સવારે 5 પહેલાં પહોંચી જાય