ભૂતનો ભય - 12

(16)
  • 2.6k
  • 2
  • 1.4k

ભૂતનો ભય ૧૨- રાકેશ ઠક્કરડાકણ મધ્યપ્રદેશની બોર્ડર પર પહોંચતાં જ વર્દન અને શ્રીનારીને રાતના અગિયાર વાગી ગયા હતા. એક જગ્યાએ નાનું ધાબું જોયું એટલે વર્દને કાર અટકાવી. બે કલાકથી એ કાર હંકારી રહ્યો હતો. આજે આખી રાત કાર ચલાવીને મધ્યપ્રદેશમાં પ્રવેશી જવાનું એનું આયોજન હતું. ધાબા પર એક વૃધ્ધ મહિલા ચા- બિસ્કીટ અને નાની- મોટી ચીજ વસ્તુઓ વેચતી હતી. વર્દને ત્યાં બેઠેલી એક વૃધ્ધાને પહેલાં જોઈ ત્યારે ડર લાગ્યો હતો. ફાનસના અજવાળામાં એનો ચહેરો કરચલીથી ભરેલો દેખાતો હતો. કોઈ રીતે સ્પષ્ટ વર્ણન થઈ શકે એવો ચહેરો ન હતો. શ્રીનારીએ તો કારમાંથી ઉતરવાનું જ ટાળ્યું:‘તું ચ્હા પીને આવ... હું અંદર જ