ભાગ - ૭"બીજુ. .. મારી બીજુ, મને ખાત્રી હતી કે તું જરૂર પાછી આવીસ. જો હું તને લેવા આયો સું. હાલ્ય મારી જોડે. ." વશીકરણ કર્યું હોય એમ ઈશ્વા એ વ્યક્તિની પાછળ દોરવાઈ.લોબીમાંથી પસાર થઈ એ વ્યક્તિ ઈશ્વાને જમણી બાજુના છેવાડે આવેલા દરવાજા પાસે લઈ જઈને ઉભી રાખીને પોતાના બીજા હાથમાં રહેલી ચાવી વડે દરવાજો ખોલ્યો."ની........રૂ. ......" ચીસ પાડીને ઈશ્વા બેભાન થઈને ઢળી પડી. @@@@"આમ અડધી રાતે શું થાય છે તમને?" ઉર્વીશને અચાનક ઉઠી ગયેલો જોઈ નીલાક્ષીએ બેડરૂમની લાઈટ ઓન કરી. "શું થયું....?" ઉર્વીશને ઢંઢોળી એણે જગમાંથી પાણી ભરી ગ્લાસ ધર્યો.એકીશ્વાસે પાણી ગટગટાવી ડો. ઉર્વીશ ઓશિકાને અઢેલીને આંખ મીંચી બેસી