અજાણ્યો હમસફર

  • 3.2k
  • 1.2k

“જીયા.....જીયા...” કહેતા ચારે મિત્રો મિત, પૂજા, કંચન અને મેઘ જંગલમાં આગળ વધી રહ્યાં હતાં. બપોરથી હવે સાંજ થવા આવી હતી. સૂરજ પોતાનું કાર્ય પૂર્ણ કરી આકાશ ચાંદના હવાલે કરવાની તૈયારીમાં હતો. આવા સમયમાં સૂમસાન જંગલમાં ફક્ત રાની પશુઓના અવાજો સંભળાય રહ્યાં હતાં.પાંચ મિત્રો રજાઓ પસાર કરવા જંગલની સફર એ નીકળ્યા હતા. તેમને સાહસ ખેડવાનો ખૂબ જ શોખ હતો. તેથીજ તેઓ જંગલની સફરે નીકળ્યા હતા. પણ હાલમાં તેમની જ એક દોસ્ત તેઓથી અલગ પડી ગઈ હતી.બધા એક ડર સાથે જીયા ને શોધી રહ્યાં હતાં પણ જીયાનું કોઈ નામ નિશાન મળી રહ્યું નહોતું. થાક્યા હાર્યા બધા એ એક જગ્યા શોધી થોડીવાર થાક