મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 8

  • 3.2k
  • 1.8k

પ્રકરણ ૮વસંતભાઈ હોસ્પિટલમાં બેઠાં હતાં ત્યાં તે દિવસે મીનાબેન સાથે વાતો કરતી હતી એ નર્સ દેખાઈ, એને જોતાં જ એમણે આંખોને, ડોક નીચી કરી મોબાઈલ પર ટેકવી. એમને એમ જ થતું કે આ સવાલો કરશે અને મારાથી કવિતા વિશે કઈંક બોલાઈ જશે. એ નર્સ એમનાં તરફ જ આવતી હતી ત્યાં જ કોઈએ બૂમ મારી, "સુમનબેન…ડૉકટર સાહેબ બોલાવે." અને એ તરત પાછી વળી ગઈ. હેમા અને મીનાબેન ફરી વાતો કરવા નવરાં પડ્યાં. થોડી સામાન્ય વાતો કરી પછી હેમાએ વાત છેડી, "આંટી આજે તમને એક કડવી હકીકત જણાવી દઉં, કવિતાની કીટીની સંગત સારી નહોતી. કવિતાને મગજમાં એમ જ ભરાવી દીધું હતું કે,