શીર્ષક : ટીખળીનું આઝાદી જ્ઞાન ©લેખક : કમલેશ જોષીઅમે આઠમું કે નવમું ભણતા એ દિવસોની વાત છે. પંદરમી ઓગષ્ટનો આગલો દિવસ હતો. ક્લાસમાં સંખ્યા ઓછી હતી. પંદર-વીસ વિદ્યાર્થીઓ પંદરમી ઓગષ્ટની વિવિધ સ્પર્ધાઓ અને પરેડના ફાઈનલ રિહર્સલ માં ગયા હતા. પી.ટી.ના સાહેબ આજે આખો દિવસ અમારા ક્લાસમાં પ્રોક્સીમાં હતા. અમારા રખડું અને સ્પોર્ટ્સના શોખીન ટીખળી મિત્રના એ ફેવરીટ સર હતા. તમે નહિ માનો, થોડી ઘણી ચર્ચા પછી અમારા ક્લાસમાં આઝાદી વિષય પર વકતૃત્વ ચર્ચા શરુ થઈ. હોંશિયાર તો બધા સિલેક્ટ થઇને સ્કૂલની સ્પર્ધામાં જતા રહ્યા હતા એટલે અમે સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ વિદ્યાર્થીઓએ ક્લાસમાં આઝાદી અને પંદરમી ઓગષ્ટ અને સ્વતંત્રતા