ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 92

  • 1.6k
  • 764

(૯૨) ઠાકોર બીહડસિંહ           રાજપૂતાનાનો ચારણ કવિ હરદ્વારથી પાછો ફરી રહ્યો હતો. પંજાબના એક ગામમાં એણે રાતવાસો કર્યો. ગામના મુખી ઠાકોર બીહડસિંહે એમની આગતા-સ્વાગતા કરી. “કવિરાજ, રાજપૂતાનાના શા સમાચાર છે?” “ઠાકોર, રાજપૂતાનામાં તો સર્વત્ર મહારાણા પ્રતાપ જેમ કાળા વાદળો આસમાન પર છવાઈ જાય તેમ છવાઈ ગયા છે. ઇતિહાસરૂપી મહાસાગરમાં, સ્વતંત્રતાની નૈયા માટે મહારાણા પ્રતાપે દીવાદાંડી જેવુ કાર્ય કર્યું છે, જ્યારે જ્યારે સ્વતંત્રતાની નૈયા, જુલ્મના કિનારે અથડાવાની હોય છે, ત્યારે ત્યારે મહારાણાનું જીવન, દીવાદાંડી માફક એને ચેતવે છે. હાલ તો મહારાણા મેવાડ છોડીને, શાહબાઝખાનની પેરવીને લીધે મેવાડમાંથી પ્રસ્થાન કરી ગયા છે. એ પ્રસ્થાન વેળા હું પણ ત્યાં