ગુમરાહ - ભાગ 1

(30)
  • 8.7k
  • 5
  • 6.2k

ઉનાળાનું નવલું પ્રભાત. વહેલી સવારનો પાંચ વાગ્યાનો સમય. અલબેલી માયા નગરી મુંબઈમાં અત્યારથી જ ધંધાની ધમાલ શરૂ થઈ ગઈ છે.કહેવાય છે આ શહેર ક્યારેય સુતુ જ નથી . મોડી રાતે સહેજ આંખ મીંચી અધૅનિંદ્રામાં પોઢેલી મુંબઈ નગરી વહેલી સવારમાં જ જાણે આળસ મરડી ઊભી થઈને એકદમ દોડવા લાગે છે. પચરંગી પ્રજાથી વસેલા આ શહેરમાં પ્રાતઃકાળના કોઈ દુત હોય તો એ છે છાપા વેચનારા ફેરિયાઓ. આ દુતો માયાપુરી મુંબઈ ની શાન છે. એ દુતોના દર્શન વિના ઘણા લોકોને ચા પીવી પણ સુઝતી નથી .તો ઘણાની સવાર આ દુતોના દર્શન વિના અધુરી રહે છે. આ ફેરીયાઓ એ વહેલી સવારમાં જ પોતાના પોકારો