કસક - 44

  • 2.1k
  • 1
  • 1.1k

કસક -૪૪તે દિવસે આકાંક્ષાએ અને કવને આખો દિવસ સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું.આકાંક્ષા સવારે સમયસર પહોંચી ગઈ. તેણે પહોંચતાની સાથે જ થોડીવાર નીચે બેઠા બાદ કવનની મમ્મી ને સવાલ કર્યો. “કવન કયાં છે મમ્મી?”“તે ઉપર હશે.તું જાય તો તેને કહેજે કે નાસ્તો તૈયાર છે.જલ્દી નીચે આવે.પછી તું પણ સાથે નાસ્તો કરવા બેસી જા.”“ઠીક છે.”આકાંક્ષા ઉપર ગઈ કવન નહાવા ગયો હતો અને તેનું લેપટોપ ચાલુ હતું.તેમાં પણ તે નવલકથા જ ખુલેલી હતી જે તેણે હમણાં જ પૂરી કરી હતી. આકાંક્ષા તેની સામે બેસી ગઈ અને પહેલેથી વાંચવાનો પ્રયાસ કર્યો પણ કવન નાહીને બહાર આવી રહ્યો હતો.તેને તેની વાર્તા રજુ કર્યા શિવાય