શૂરવીર રાહો ડેર

  • 4.1k
  • 1
  • 1.6k

શૂરવીર રાહો ડેરકાઠિયાવાડની શૌર્ય ભૂમિનું આછેરું દર્શન કરાવવાની આજ તો જાજેરી તલપ વળગી છે. બાબરાથી નવેક માઈલ છેટા એવાને પાઘડી પને જ પથરાયેલુ કાઠિયાવાડના છોગાં જેવું ગામ એટલે ચાવંડ.આ ગામની ત્યારે જાજેરી વસ્તી આહીરોનીને ગામ ખમતીધરને કહવાળું, તેથી બહારવટિયાઓની કાયમ નજરું ચાવંડ ઉપર જ મંડાયેલી જ રહે. વળી ગામમાં કાણકિયા કુટુંબના દેવી માં ચામુંડાના જ્યાં અખંડ બેસણા હોય એવું રૂપકડુંને બળુકું ગામ.જેમાં એક રખાવટવાળોને ખડતલને પહોળી છપ્પનની છાતીના આહિરને ઘેર એક બાળક જન્મ્યું ત્યારે તેની ફુઈએ એ બાળકના સામુદ્રિક લક્ષણો પારખી કે જે એ અભણ આહીરાણી કચાંય પણ નીતિમતા કે શુરવીરતા કે રખાવટ કે દાતારીની કોઈ પાઠમાંળા શીખવા ગઈ નહોતી