શિદ્દત..એક રોમાંચક નવલકથા - 5

  • 3.3k
  • 1.7k

ગઈ કાલનો આખો દિવસ સૂઈ રહ્યા પછી પણ શિખા રાત આખી ઘસઘસાટ ઉંઘી રહી, સવારના 5 વાગતા જ તેની ઊંઘ ઉડે છે ..બેડ પર સુતા સુતા જ આળસ મરડતા ઘડિયાળ તરફ નજર કરે છે.."ઓહ 5 જ વાગ્યા છે હજુ ..આટલું જલ્દી ઉઠી શું કરીશ"તેને હાથ ઉપર તરફ કરી ફરી ડાબી બાજુ ફરી ને હાથ ગાદલા પર પટકાવ્યા, થોડીવાર પછી જમણી બાજુ ફરીને સુવે છે પણ ચેન ના પડતા પોતાનો ફોન હાથમાં લઈ કંઇક જોવા લાગે છે...થોડીવાર માં ફોન ગાદલા પર ફેંકી બાલ્કનીમાં જઈ ઊભી રહી જાય છે ...બહાર બાલ્કની માં ઉભા રહી ઉપર આકાશ તરફ નજર કરે છે અને વિચારે