આગળ આપણે જોયું કે શિખા સુરત જવાની પ્લાનિંગ કરે છે પણ તે બધું નિષ્ફળ નીવડે છે તેથી તે ખુરશી પર જ માથું ટેકવી ને કઈક વિચાર કરતી હોય છે અને તેને ઊંઘ આવી જાય છે તે ખુરશી પર જ સૂઈ જાય છે...બપોરના બે વાગતા તેની નીંદર ઉડે છે અને તે ઘડિયાળ તરફ એક નજર કરી ખુરશી પરથી ઉભા થઇ ફરી બેડ પર જઈ સૂઈ જાય છે થોડા સમય બાદ શિખાના દાદી અને ફઈ તેના રૂમમાં શિખાને જમવા માટે બોલાવવા આવે છે ..શિખાના ફોઈ ધરા બહેન શિખા ના રૂમનો દરવાજો ખોલે છે અને અંદર તરફ શિખા ને જોઈ પછી બા તરફ