(૯૦) રાવ દૂદાજી મહારાણા સાથે મોગલસેનામાંથી બુંદીના વિદ્રોહી કુમાર દુદાજીએ સાહસ કરી પલાયન કર્યું રાજપૂતાનામાં પ્રવેશવા માટે એણે જાતજાતના વેશ-પરિવર્તન કરવા પડ્યા. રસ્તામાં એણે સાંભળ્યુ કે, પોતાના નાસી જવાથી શાહબાઝખાન બેહદ ગુસ્સે થયો હતો. હવે દુદાજીને ભારે પસ્તાવો થતો હતો. તુચ્છ સ્વાર્થ માટે મહારાણા પ્રતાપની ખબર આપવા પોતે તૈયાર થયો હતો. અજમેર અને પુષ્કર થઈને તે અરવલ્લીની પહાડીઓમાં આવી પહોંચ્યો. અરવલ્લીની પહાડીઓમાં મોગલસેના સામે બહારવટે ચઢવું હોયતો ભીલો, મીણાઓની દોસ્તી જોઇએ. “મહારાણા વિષે બાતમી આપવા દુદાજી મોગલ સિપેહસાલાર સાથે ગયા હતા.” આ બાબત જગજાહેર થઈ ચૂકી હતી. આથી રોષે ભરાયેલા ભીલો અને મીણાંઓ દુદાજીના જાની