ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 89

  • 1.8k
  • 818

(૮૯) બુંદીના વિદ્રોહીકુમાર દૂદાજી બુંદીએ રાજપૂતી રંગ બતાવ્યો. અરવલ્લીના પહાડો ખુંદતા પણ પ્રતાપ ન મળ્યા એટલે મેવાડને મિત્રવિહોણું કરવા એના મિત્ર રાજ્યો પર હુમલો કરવાનો વ્યૂહ અકબરશાહે ગોઠવ્યો. મોગલસેનાના સેનાપતિ હતા બુંદી નરેશ સૂરજમલ. તેમને બુંદી પર આક્રમણ કરવાનો આદેશ મળ્યો. બુંદીના યુવરાજ દુરજનસિંહે શમશેર કાઢી. યુદ્ધ આપ્યું. રાજકુમાર દૂદાજીએ પણ જબરદસ્ત યુદ્ધ આપ્યું. હારેલો દુદાજી અરવલ્લીની પહાડીમાં જતો રહ્યો. તેણે પણ ગેરીલાયુદ્ધ ખેલવા માંડ્યું. અવાર નવાર પહાડીમાંથી આવતો અને મોગલ સેના પર છાંપો મારી લૂંટે લેતો. એણે નાનકડું પરંતુ ભયાનક સાથીઓનું એક દળ બનાવ્યું હતું. જે મોગલતાબાના રાજપૂતાનામાં કાળો કેર વર્તાવતા. તે જ  સમયે ચૂલિયા ગામે મહારાણા પ્રતાપ અને