ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 88

  • 1.7k
  • 840

(૮૮) માળો પિંખાઈ ગયો મહરાણાનો અંગરક્ષક બનીને કાળુસિંહ ચાવડ ગામે આવી પહોંચ્યો, “મીના, મેવાડી દરબારમાં મેં મારૂ સ્થાન મેળવી લીધું છે.” “ભાઈ, મને આનંદ થયો. હવે તારા હૈયામાં જેણે સ્થાન મેળવ્યુ છે અને અપનાવી લે તો સોનામાં સુગંધ ભળે.” સુંદર યુવતી સરયુ સાથે કાળુસિંહના લગ્ન લેવાયા. થોડા દિવસો પ્રણયની મસ્તીમાં ગાળ્યા બાદ કાળુસિંહે કહ્યું, “સરયું, હવે હું મારી ફરજ પર જઈશ.” “સુખેથી સિધાવો, પ્રાણનાથ, હું ક્ષત્રિયાણી છું, આપના કર્તવ્યપથમાં બાધક ન બનું. હવે તો મારી સાથે આપની પ્રેમ-સ્મૃતિ છે જ.” કાળુસિંહ અને સરયુ જુદા પડ્યા, મિલન અને વિયોગની પરંપરા ચાલવા માંડી. આવા સુંદર સંસારમાં એક સુંદર પુત્ર જન્મ્યો. કાળુસિંહે મહારાણા