શિખર - 2

(15)
  • 3.5k
  • 1
  • 2.3k

પ્રકરણ - ૨ પલ્લવીએ દરવાજો ખોલ્યો એટલે નીરવ તરત જ રૂમમાં આવ્યો અને એણે દરવાજો બંધ કરી દીધો. આ જોઈને તો પલ્લવી વધુ ભડકી ઉઠી અને બોલી, "નીરવ! મને તો એ જ સમજમાં નથી આવતું કે તું તારી મમ્મીથી એટલું કેમ ડરે છે? તારા જેવો છોકરો મેં આજ સુધીમાં ક્યારેય નથી જોયો. મેં અનેકવાર જોયું પણ છે અને અનુભવ્યું પણ છે કે, તારો તારી મમ્મીની સામે કોઈ દિવસ કોઈ પણ જાતનો અવાજ જ નથી નીકળતો. તારા મોઢામાં મગ જ કેમ ભર્યા હોય છે? તું એમની સામે ક્યારેય કશું બોલતો જ નથી. ક્યારેક તો મોઢું ખોલ નીરવ." "એમ વાત નથી પલ્લવી!