પાટણની પ્રભુતા - ભાગ 45

  • 2.7k
  • 1
  • 1.3k

૪૫. ના જાઓ તજી અમને’ બેચાર ઘડી પછી જ્યારે મુંજાલ ત્યાંથી નીકળ્યો, ત્યારે તેના મનમાં નિરાંત વળી હતી, પાટણનું રાજતંત્ર જેમ તેમ ઠેકાણે આણવા તેણે બનતો પ્રયાસ કર્યો હતો. તે રાણીને પાછી લાવ્યો હતો; તેણે લોકોને સમજાવ્યા હતા; તેમનો દંડનાયક જતો હતો તેને પણ રોકી રાખ્યો હતો; પોતાના કુટુંબનું પણ શ્રેય સાધ્યું હતું. તેનું જીવવું તેને સાર્થક લાગ્યું; હવે દુનિયાની પંચાત ત્યાગવામાં કાંઈ હરકત જેવું જણાયું નહિ. તે પોતાને ઘેર ધીમે ધીમે ફરતો આવ્યો, પાટણની શેરીઓ છેલ્લી વખત નીરખી લેવાનો લહાવો તે લેતો હોય એમ લાગ્યું. તેણે પોતાની જિંદગીનાં ગયેલાં વર્ષો તરફ નજર નાંખી. તેમાં નિરાશાના, દુઃખના પ્રસંગો ઘણા હતા;