પાટણની પ્રભુતા - ભાગ 36

  • 2.7k
  • 1.4k

૩૬. રાણીની નિરાશા જ્યારે મીનળદેવીને ચાંપાનેરી દરવાજા આગળથી કાંઈ જવાબ ન મળ્યો, ત્યારે તેના ગુસ્સાનો અને કચવાટનો પાર ન રહ્યો. તેની ગણતરીમાં એવું કોઈ વખત નહોતું આવ્યું કે, મોરારપાળ આમ ફસાવશે.' કોની સામે ગુસ્સો કહાડવો, તે કાંઈ પણ ન સમજાવાથી મીનળદેવીનો ગુસ્સો વધારે ને વધારે ધૂંધવાયો, સાંજના અંધકારમાં પાછો નીકળી, નાસીપાસ થયેલો રસાલો મોડી રાતે જ્યાં ડેરાતંબુ નાંખી લશ્કરે પડાવ કર્યો હતો ત્યાં પહોંઓ. રાણી પોતાને ઉતારે ચાલી ગઈ. તેને સદ્ભાગ્યે સેનાધિપતિ સિવાય કોઈ જાણતું ન હતું કે રાણી પાટણ જવા નીકળી હતી. આ મુશ્કેલીની વખતે કોની સલાહ લેવી ? હજી સુધી આનંદસૂરિ આવ્યો નહોતો. રાણીએ તેને કચવાટમાં ગાળેગાળ દીધી.