પાટણની પ્રભુતા - ભાગ 35

  • 2.4k
  • 1.3k

૩૫. પટ્ટણીઓનો ક્રોધ જ્યારે ત્રિભુવન અને પ્રસન્ન રાજગઢ તરફ ગયાં ત્યારે તેમનાં મન થોડાંક પ્રફુલ્લિત થયાં હતાં; અને પ્રસન્નની મશ્કરીઓ સાંભળીને હસવા જેટલો ત્રિભુવન પીગળ્યો હતો. જ્યારે તેઓ ગઢમાં પાછાં આવ્યાં ત્યારે કલ્યાણમલ્લે સૂચવ્યું, કે બેત્રણ જણ કાંઈ ખબર લઈને આવ્યા છે. ત્રિભુવને તેઓને પોતાની પાસે બોલાવ્યા. પહેલો સૈનિક પાટણની એક ટુકડીનો હતો અને સાંજે વિખરાટના લશ્કરના થોડા માણસો જોડે ઝપાઝપી થઈ હતી તે કહેવા આવ્યો હતો. બીજો માણસ માલવરાજ ગુર્જરરાષ્ટ્રમાં પેઠો, તેની ખબર કરવા આવ્યો હતો. ત્રીજો માણસ મહામુશ્કેલીએ આવ્યો હોય તેમ લાગ્યું. ‘મહારાજ ! બાપુ ! મને શું ઓળખતા નથી ? હું –' ‘કોણ ! રામસિંહ !' કહી