પાટણની પ્રભુતા - ભાગ 33

  • 2.3k
  • 1.3k

૩૩. અવિશ્વાસ જે વખતે મેરળમાં મંડલેશ્વરનું લશ્કર તેના માટે શોક અને ક્રોધ અનુભવતું હતું. ત્યારે પાટણના રાજગઢમાં પ્રસન્ન પ્લાન વદને પીપળાની પૂજા કરતી હતી. એક દિવસમાં તેની આંખનું તોફાની તેજ, પગનો રસીલો ઠમકો, તેનું હસમુખાપણું અને તેનો આશાવંત સ્વભાવ અદૃશ્ય થયાં હતાં. કાલ સવારની વાત પછી ત્રિભુવન બદલાઈ ગયો હતો. હોઠ પર હોઠ દાબી, ઝનૂનભરી આંખે બધા સામે જોઈ, કપાળ પર ભયંકર કરચલીઓ ધારી તે આમથી તેમ ફરતો, બધાને હુકમ આપતો અને પાટણ પર પોતાની સત્તા બેસાડતો હતો. તે ગણતરીના શબ્દો જ બોલતો; તેને થાક ખાવાની જરા ફુરસદ નહોતી. આખો દિવસ વૈદે આજીજી કરી છતાં ઘા રૂઝાવા દેવાની તેને પરવા