પાટણની પ્રભુતા - ભાગ 32

  • 2.4k
  • 1.4k

૩૨. ‘ત્રિભુવનપાળ મહારાજની જય !' વલ્લભ જ્યારે રુદ્રમહાલય આગળ આવ્યો ત્યારે તેના ઘોડેસવારોમાં નિરાશા અને નાસીપાસી પ્રસરેલી જોઈ. મંડલેશ્વરનું નામ ગુજરાતનાં ગામડેગામડામાં જાદુઈ અસર કરતું હતું, અને અત્યારે બે હજાર માણસોનું લશ્કર તેના હુકમથી જ ઊભું થઈ રહ્યું હતું, પણ હવે એ જાદુ જતો રહ્યો. તે વીરને માટે લડવાનું ગયું. તેના બાહુબળનો પ્રતાપ ગયો, તેમનાં હૃદયમાં ઉત્સાહ પ્રેરનાર દેવાંશી ગણાતો મહારથી અદૃશ્ય થયો; આટલાં વર્ષો થયાં આશા રાખી રહેલા નિરાશામાં ડૂબ્યા. વલ્લભને લાગ્યું, કે હવે આ માણસો હાથમાં રાખવા મુશ્કેલ હતા. છતાં હિંમતથી તેણે પાછા મેરળ કૂચ કરવાનો તેમને હુકમ આપ્યો. પાછા જતી વખતે પાંચસેએ પાંચસે માણસોએ મંડુકેશ્વર, કે જે