પાટણની પ્રભુતા - ભાગ 29

  • 2.1k
  • 1.2k

૨૯. સરસ્વતી માને શરણે બુમરાણથી, બળતાં લાકડાંના કડાકાભડાકાથી પ્રિયતમાની પાસે પડેલો મંડલેશ્વર જાગ્યો, અને તેણે આસપાસ જોયું. હંસા પણ ઊઠીને આંખો ચોળતી હતી. આસપાસ ભડકાનો આભાસ દેખાતો હતો, ગરમી લાગતી હતી, વસ્તુઓ તૂટી પડવાનો ભયંકર અવાજ થતો હતો. હંસાનો હાથ ઝાલી તે એકદમ અગાસીમાં આવ્યો. નીચે જોતાં આસપાસ ભયાનક ભડકાઓ દેખાયા. તેના હૃદયભેદક પ્રતિબિંબો સરસ્વતીના પાણીમાં પડતાં હતાં; વાતાવરણ ગરમાગરમ થઈ રહ્યું હતું. તેણે જોયું અને તે સમજ્યો; ‘હંસા ! મર્યા. કોઈ કાવતરાંબાજે મહાલય ચેતાવ્યો છે.' હંસા ગભરાટમાં શું થાય છે, તે સમજ્યા વગર જોઈ રહી. દેવપ્રસાદ આવી વખતે હિંમત હારે એમ ન હતો; 'હરકત નહિ વહાલી, ગભરાઈશ નહિ. પેલી