૨૭. ત્રિભુવન અને પ્રસન્ન પ્રસન્નને રાજ્યતંત્ર ઉપરાંત ઘણી વસ્તુઓ ધ્યાનમાં લેવાની હતી. તેનું હૃદય બેચેન હતું. આટલા બધાઓમાં, બારોટનાં વાગ્બાણ ભૂલી, તે ત્રિભુવન તરફ બારણામાંથી જોયા કરતી હતી. જેવા બારોટજી પડ્યા કે તેવી તે પાસે ઊભેલી સ્ત્રીઓમાંથી માત્રા પાસે ગઈ. 'માત્રાબહેન ! તારા બાપને બોલાવ તો.' 'કેમ ! ચૂંક થાય છે, કે કોઈની ચૂંક મટાડવી છે ?' ‘ફાટી કે ? ઊભી રહે, પણ ગણપતિદાદા ક્યાં ગયા ?' જોની જોની, પેલા બારોટજીને ઊંચકી ગયા. તેની સાથે છે.’ 'પણ કામ શું છે ?' 'કપાળ તારું ! જાની બાપ ! મારું તો માથું દુખ્યું.' પ્રસન્ને કહ્યું. ‘ઠીક, હું જ જાઉં. આપ મૂઆ વગર