પાટણની પ્રભુતા - ભાગ 26

  • 2.6k
  • 1.5k

૨૬ નિશ્ચય ધીમે ધીમે લીલાનો હાથ ઝાલી ત્રિભુવન પાછો વળ્યો, અને સિંહાસનવાળા ખંડમાં આવ્યો. ત્યાં આવતાં તેની નજર અંદરના એક બારણા તરફ વળી; ત્યાં એક ચિંતાતુર પણ રમણીય અને પરિચિત મુખારવિંદ તેણે જોયું, અને ચમક્યો; તેણે હોઠ દાબ્યા, મુઠ્ઠી વાળી, અને સખ્ત સીનો ધારણ કર્યો. પ્રસન્ન ઉમળકાથી ઊભરાતી બારણા બહાર આવવા જતી હતી, આતુર નયનો ત્રિભુવન પાસે સ્નેહસ્મિતની આશા રાખતાં હતાં, પણ સામે સખ્ત પથ્થરના જેવી પ્રતિમા જોઈ તે ખેંચાઈ, અને ત્યાંની ત્યાં જ ઊભી. ત્રિભુવન સિંહાસનના સોનેરી બાજઠ આગળ આવ્યો અને નીચે ગાદીતકિયા પર બેઠો; તેનાથી લાંબો વખત ઊભા રહેવાયું નહિ. નાગરિકોનો સમૂહ પહેલાં તો એકદમ અંદર ધસી આવ્યો