પાટણની પ્રભુતા - ભાગ 25

  • 2.4k
  • 1
  • 1.3k

૨૫. બિચારો દંડનાયક શાંતિચંદ્ર શેઠ ઊઠ્યા, તેવા તેણે મદનપાળની લાશ ઠેકાણે કરવાની ત્રેવડ કરવા માંડી; થોડાઘણા સિપાઈઓને ભેગા કરી મદનપાળને સ્મશાને વિદાય કર્યા, અને અંધારામાં અગ્નિદાહ અપાવ્યો ! 'દંડનાયકે પછી રાજગઢની બારી-બારણાંઓ પર સખત ચોકીપહેરો મૂકી, સવારના બેસણાની તૈયારી કરી, કે જેથી કોઈ જાણવા ને નહિ કે મીનળદેવી ગેરહાજર છેઃ --------------- * કર્ણદેવનો મામો યાને ઉદયમતિનો ભાઈ. × પહેલાંના વખતમાં ને હાલમાં પણ ગામડાંમાં ને નદીકિનારેનાં શહેરોમાં સૂર્યોદય થયા બાદ શબને સૂર્યનારાયણની સાક્ષીમાં અગ્નિસંસ્કાર થાય છે. --------- અને બેસવા આવેલી સ્ત્રીઓ જ્યારે વિખેરાઈ ગઈ ત્યારે તેને અડધી નિરાંત વળી. તે વહેલા વહેલા નિત્યકર્મથી પરવારી રહ્યા, ને અધીરા હૃદયને હિંમત આપવા