પાટણની પ્રભુતા - ભાગ 24

  • 2.3k
  • 1.4k

૨૪. સોલંકીની શોધમાં પાટણના શહેરીઓનું સરઘસ હોકારા કરતું રાજગઢ તરફ ચાલ્યું. શા ચોક્કસ કારણને લીધે આ તોફાન થતું હતું તે કોઈને માલૂમ નહોતું. પણ મીનળદેવી પાટણ છોડી ચાલી ગઈ છે, અને શાંતિચંદ્ર ચંદ્રાવતીનો માણસ હતો, માટે વિશ્વાસપાત્ર નથી,' એ વાત બધાને ગળે ઊતરી. કેટલાક ભટકતા, કામ વગરના શહેરી મઝાને ખાતર આવ્યા; કેટલાક શું થાય છે, તે જોવા આવ્યા. દરેક એકબીજાને કહેતા કે મીનળદેવી રાત્રે ગઈ; ચંદ્રાવતીનું દળ કોટ બહાર પડ્યું છે; કેટલાક કહેતા કે 'એ બધું તેમણે જાતે જોયું હતું;' કેટલાકને ખાતરી હતી કે ‘ગુજરાતનું પાટનગર હવેથી ચંદ્રાવતી થવાનું છે;' કેટલાકે ભવિષ્ય ભાખ્યું કે જ્યાં સુધી મીનળ છે ત્યાં સુધી