પાટણની પ્રભુતા - ભાગ 22

  • 2.5k
  • 1.6k

૨૨. ઉદાએ વાત કેવી રીતે જાળવી ! ઉંદો બહાર નીકળ્યો, અને થોડું જતાંમાં રસ્તામાં વસ્તુપાલ શેઠ હાથમાં દુકાનની કૂંચી હલાવતા જતા સામા મળ્યા. વસ્તુપાલ શેઠ જૈન મત નહિ સ્વીકારેલા શેઠિયાઓનો આગેવાન હતો. 'કેમ. શેઠજી ! જય ગોપાળ !' 'કોણ ઉદો ?' 'હા, ક્યાં, મોતીચોકે ચાલ્યા ? આજે દુકાન ખોલવી છે ?' 'ભાઈ ! તે કાંઈ છૂટકો છે ? સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીતે,' વસ્તુપાલે જવાબ દીધો. 'પણ, શેઠ ! તમે તો મારા મુરબ્બી છો. ખાનગી રાખો તો એક વાત કહું,' નીચા વળી ઉદાએ કહ્યું. 'શી ?” આજકાલ લોકો એટલા ગભરાયેલા રહેતા હતા, કે વધારે ગભરાટ ક૨વો, એ રમતની વાત