પાટણની પ્રભુતા - ભાગ 20

  • 2.3k
  • 1.5k

૨૦. સત્તાનો નશો જતિની બાહોશી હવે પૂર્ણ કળાએ પ્રકટવા માંડી. ચંદ્રાવતીની નવી ફોજની કેટલીક ટુકડીઓ ઠેકાણે ઠેકાણે મળતી ગઈ; અને રાણીને લાગ્યું, કે હવે તે ખરેખરી સત્તાવાન થઈ. અવારનવાર આનંદસૂરિ, તેણે શી શી ગોઠવણો કરી છે, તે તેને કહેતો. મધુપુરના લશ્કરને થોડીઘણી ખબર પહોંચાડી હતી; નવી ફોજનો થોડોઘણો ભાગ થોડેક દૂર આવીને પડ્યો હતો; અને મુંજાલ પર પણ ચોકી રાખી હતી, માણસો થોડી થોડી વારે તેની ખબર કહી જતા. બ્રાહ્મમુહૂર્ત જતાં પહેલી ટુકડી મળી તેણે તેને બધી ખબર આપી. લશ્કર બધું જતિની વાટ જોતું હતું, અને જેઓ મુંજાલના પક્ષમાં હતા તેઓ પર શબ્દ, પણ છાનો જાપ્તો રાખવામાં આવ્યો હતો. પણ