પાટણની પ્રભુતા - ભાગ 19

  • 2.5k
  • 1.6k

૧૯. જેનું જે થાય તે ખરું દેવપ્રસાદ ઊઠ્યો ત્યારે તેને એક નાના છોકરાના જેવો ઉત્સાહ અને ખુશાલી આવી. જ્યાં સુધી માત્ર ખટપટની વાતો કરવી હતી, જ્યાં સુધી મુંજાલની અસ્પર્શી રાજ્યનીતિ તેની આસપાસ વીંટાતી હતી, ત્યાં સુધી તેને રસ્તો ખુલ્લો દેખાતો નહોતો. પણ હવે રણશિંગાનો નાદ શરૂ થયો હતો. સામે મોઢે લઢવાનો પ્રસંગ આવ્યો હતો; એટલે તે દેવપ્રસાદને ઘણું રુચ્યું. તેના હાથમાં હજારગણું જોર આવ્યું; તેનું દુઃખ, તેના પર વર્તેલો જુલમ, એ બધું તે વીસરી ગયો. તે અંધારામાં ઊઠ્યો; મંડુકેશ્વરના રુદ્રમહાલયમાં તે હતો એટલે પાસે જઈ મહાદેવને બીલ ચઢાવ્યાં, પૂજા કરી અને શસ્ત્ર સજી તૈયાર થયો. સૂર્યોદયને સમયે મુંજાલ જોડે તે