પાટણની પ્રભુતા - ભાગ 18

  • 2.8k
  • 1.8k

૧૮. મો૨૨પાળ પ્રસન્નને આંખ ઉઘાડતાં ઘણી મુશ્કેલી નડી. તેના માથામાં કાંઈ વેદના થતી હોય તેમ લાગ્યું; તેમ જ તે ઝૂલતી પથારીમાં સૂતી હોય, તેવો ભારા થયો. તેણે આંખો ઉઘાડી, બધું અંધારું દેખાયું; ધીમે ધીમે તેને લાગ્યું કે એક બંધ પાલખીમાં તેને એકલી સુવાડવામાં આવી હતી. તે સમજી ગઈ; મીનળદેવીએ તેને કેફ આપી નિંદ્રાવશ બનાવી, કોઈ ઠેકાણે મોકલી હતી. ક્યાં ? માલવરાજને ત્યાં તો નહિ હોય ? કાન માંડીને સાંભળતાં તેને એમ પણ લાગ્યું કે આસપાસ થોડા ઘોડા ચાલતા હતા. તેણે આડા થઈ પાલખીના પડદા ઊંચકવા પ્રયત્ન કર્યો, પણ ઊંચકનારા જાણી જાય, તેના ડરથી પડી રહી. એટલામાં બધા થોભ્યા; પ્રસન્નની પાલખી