પાટણની પ્રભુતા - ભાગ 17

  • 2.8k
  • 1.8k

૧૭. રાજગઢમાં રાત રાત પડી. રાજગઢમાં બધું શાંત થઈ ગયું. શહેરમાં બહુ શાંત પ્રસરી ન હતી; કારણ કે ચંદ્રના પ્રકારામાં કોઈક ઓટલે ટોળું વળીને લોકો ગપાટા મારતા હતા. આખા વાતાવરણમાં કાંઈક ભય હોય, એવું બધાને ભાસતું હતું. શાનો ભય હતો, તે કોઈ ઉચ્ચારતું નહિ. પણ બધા ઘરેણાં અને પૈસા ઠેકાણે કરી ઘરમાં હથિયાર હોય તે ઘસવા મંડી ગયા હતા. મધ્યરાત્રિનો સમય થયો, ત્યારે રાજગઢની પાછળ ત્રણ ઊંચા મજબૂત બુકાની બાંધેલા પુરુષો છાનામાના ઊભા હતા. થોડે દૂર ચાર મજબૂત ઘોડાઓ ઝડ સાથે બાંધ્યા હતા. ત્રણે જણ કોઈની વાટ જોતા હોય, તેમ લાગતું હતું. થોડી વારે એક ચોથો માણસ ઘોડા પર બેસી