પાટણની પ્રભુતા - ભાગ 15

  • 2.5k
  • 1
  • 1.6k

૧૫. તમે કોણ છો ? રાણીએ જે દેખાવ જોયો, તે કેમ બનવા પામ્યો એ જોઈએ ત્રિભુવનપાળ મોંઢેરી દરવાજાના રસ્તા પર, પોતાના રસાલા સાથે મંડલેશ્વરની વાટ જોતો ઊભો રહ્યો. શા માટે તે રાજગઢ પાછા ગયા, મુંજાલ જોડે શી વાતો કરી, એ જાણવા તેનું મન ઉત્કંઠિત થયું હતું; પણ નાનપણથી જ તેને હુકમ પ્રમાણે અમલ કરવાની ટેવ પડી હતી, એટલે દરવાજા બંધ થયા ત્યાં સુધી તે થોભ્યો. પછી ધીમે ધીમે તે રાજગઢ તરફ જવા લાગ્યો. ચૌટામાં ધમાચકડી થઈ રહી હતી. દુકાનો બંધ કરવી કે કેમ તેનો વેપારીઓ ભેગા મળી વિચાર કરી રહ્યા હતા. કેટલાક મોટેથી રાજ્યની સ્થિતિની વાત કરતા હતા. ત્રિભુવને પોતાના